પાટણ જિલ્લાના હારીજ માં ઠાકોર સમાજ ના શિક્ષિત યુવાનો ની આગવી પહેલ જેમાં હારીજ તાલુકાના તમામ જ્ઞાતિના જરૂરિયાત મંદ વિધાર્થીઓ માટે પાર્થ કોમ્પ્યુટર ખાતે એલ.આર.ડી .લેખિત કસોટી ના નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરાયા.

0
15


જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકોર સેના પ્રમુખ ના વરદ હસ્તે નિઃશુલ્ક કલાસનું ઓપનિંગ કરાયું..

પોલીસ ,પી .એસ. આઈ. ની ભરતીમાં શારીરિક કસોટી પાસ કરનાર વિધાર્થીઓ માટે નિઃશુલ્ક ક્લાસ શરૂ કરાયા…

ઠાકોર સમાજ ના શિક્ષિત યુવાનો ની એક આગવી પહેલ….

હારીજ, સમી ,શંખેસ્વર ના સર્વે જ્ઞાતિના વિધાર્થીઓ માટે ઈંગ્લીશ, ગણિતના નિઃશુલ્ક ક્લાસ ..


આજ રોજ હારીજ તાલુકા ના તેમજ આજુબાજુ ના વિસ્તાર ના જે બાળકો પોલીસ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની શારીરિક કસોટી પાસ કરેલ છે તેવા ઠાકોર સમાજ તથા જરૂરિયાતમંદ તમામ સમાજ ના વિદ્યાર્થી માટે નિઃશુલ્ક લેખિત પરીક્ષા ના વર્ગ હારીજ ખાતે પાર્થ તથા વેલકમ કોમ્યુટર ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા બચુજી ઠાકોર ના વરદ હસ્તે રીબીન કાપી શુભઆરંભ કરવામાં આવ્યો હતો જેમાં ઠાકોર સમાજના શિક્ષિત યુવાન સંજયભાઈ ઠાકોર તથા મુકેશજી ઠાકોર ના સહયોગ થકી પોલીસ ભરતીના ક્લાસ માં સહયોગ ફાળવ્યો હતો. જેમાં પાટણ જિલ્લા ભાજપા અધ્યક્ષ દશરથજી ઠાકોર સાહેબ દ્વારા દરેક પરિક્ષાર્થી નો ઉત્સાહ વધારવા ચોપડા તેમજ પેન વિતરણ કરી પોલીસ ભરતીની તૈયારી કરતા દરેક સમાજના વિધાર્થીઓને કોઈ પણ પ્રકારની જરૂરિયાત પૂરી કરવામાં આવશે તેમ જણાવી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરી આગળવધે એવી શુભેચ્છા પાઠવી હતી…
રીપોટર. નિલેશ પટેલ .પાટણ સીટી
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here