પાટણ જિલ્લાના શંખેશ્વર જૈન તીર્થ ખાતે સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ કરાઈ

0
9



ગાંધી જયંતીના દિને જૈન મહાતીર્થ શંખેશ્વર ખાતે પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આઈ.સી.ડી.એસ. શંખેશ્વર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોને દાતાશ્રી દશરથદાન ગઢવી (ડી.કે.ગઢવી) દ્વારા પોષણકીટ વિતરણ કરવામાં આવી હતી.
આપણે જાણીએ છીએ તેમ સરકારશ્રી દ્વારા માતાઓ કે બાળકોમાં કુપોષણ ન રહે તેવા ઉમદા હેતુ થી પોષણમાસ ઉજવણી થઈ રહી છે
તે અનુસંધાને શંખેશ્વર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પોષણ અંગે સી.ડી.પી.ઓ મેડમ, રિલાયન્સ ફાઉન્ડેશન ના પ્રોગ્રામ મેનેજર વ્રજલાલ રાજગોર તથા તાલુકા વિકાસ અધિકાર દેસાઈ સાહેબ દ્વારા પોષણ જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શંખેશ્વરના દરેક કાર્યમાં અગ્રેસર રહેતા દાતા ડી.કે. ગઢવી દ્વારા સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોને પોષણકીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. અધિકારી દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરી ડી.કે ગઢવીને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી,દાતા ડી.કે ગઢવી, કંચનબા ગઢવી, સરપંચ, વ્રજલાલ રાજગોર ,આંગણવાડી કાર્યકર બહેનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here