પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું યુનિફોર્મ અને સ્ટેશનરીના વેપારીઓને સ્કૂલો બંધ હોવાના કારણે ભારે નુકસાન

0
116

કોરોના કાળમાં ઘણા સમયથી સ્કૂલો બંધ રહી છે લગભગ ૧૪ થી ૧૫ માસથી સ્કૂલોમાં શિક્ષણ ચાલી રહ્યું છે જેના કારણે સ્ટેશનરી ના વેપારીઓ અને યુનિફોર્મ વેપારીઓને ઘણું નુકસાન થયું છે.જેમાં દુકાન નું ભાડું , બેન્કોના વ્યાજ, માણસોના પગાર, દુકાનો ના ટેક્સ, લાઈટ બિલ અને બીજા અન્ય ખર્ચાઓ ના કારણે મોટુ નુકશાન થવા પામ્યું છે.સરકાર તરફથી કોઈ સહાય મળી નથી દરેક વેપારી દુકાનોમાં લાખો રૂપિયાનો માલ પડી રહ્યો છે.યુનિફોર્મ વેપારીની દુકાનમાં માલ ના ઢગલા અને ગોડાઉનમાં માલ ના ઢગલા પડ્યા છે.સરકાર આ બાબતે કોઈ વિચારે તો વેપારીઓ નુકસાનમાંથી બહાર આવે.

રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here