પાટણ જિલ્લાનાં હારીજમાં રામ વસ્તી ૧ માં અક્ષત કળશ યાત્રા નીકળી..

0
5

પાટણ
રાધનપુર.
અનિલ રામાનુજ રાધનપુર

ઢોલ નગારા સાથે ભગવાન રામજીની શાહી સવારીનું નગરજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

હારીજ નગરમાં ચાર વિભાગ રામ,લક્ષમણ,શત્રુઘ્ન,ભરત વિસ્તારોના નામ આપી સમગ્ર હિન્દૂ સમાજમાં ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી થઈ રહી છે..

પાટણ જિલ્લાના હારીજ ખાતે બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા હારીજ નગરમાં ચાર વિભાગ રામ,લક્ષમણ,શત્રુઘ્ન,ભરત વિસ્તારોના નામ આપી સમગ્ર હિન્દૂ સમાજમાં ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી થઈ રહી છે.. તયારે શનિવારે બપોરે રામ વસ્તીમાં ભવાની મંદિર પરિસરથી ભગવાનની અક્ષત કળશ યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. જેમાં જલારામ પાર્ક,મુખ્ય બજાર,સ્ટેટ બેન્ક રોડ,દરજી સોસાયટી, ભીલવાસ,રાવળ વાસ,અંબિકાનગર, ચામુંડાનગર,શિવવિલા, ઝાપટપુરા રોડ થઈ જલીયાણ ગ્રીન સોસાયટીમાં ભગવાન શ્રી રામ ની આરતી ઉતારી યાત્રા સંપન્ન કરવામાં આવી હતી.આગામી દિવસોમાં રામ ભક્તો દ્વારા નગરમાં સોસાયટી મહોલ્લામાં અયોધ્યાથી આવેલ અક્ષત ચોખાનું વિતરણ કરી નગરજનોને આમંત્રણ આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here