પાટણ જિલ્લાનાં સાંતલપુરમાં આવેલ કસ્તુરબા છાત્રાલયમાં હારીજના વિવાદિત ગૃહમાતા આવતા ભારે રોષ

0
0

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લાના હારીજ કસ્તુરબા ગાંધી બાલિકા છાત્રાલયમાં ગૃહમાતાના અસભ્ય વર્તન સામે થોડા સમય પહેલાં ભારે હોબાળો મચ્યો હતો. તેમજ ગૃહમાતા દ્વારા દીકરીઓને લવ મેરેજ કરાવી દઈશું આવું બીભત્સ વર્તન કરતા હોવાનું હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દીકરીઓ એ વાલીઓ સમક્ષ કહેતા તેમજ મોડી રાત્રી સુધી કામ કરાવી છાત્રોને હેરાન કરવામાં આવતી હોવાની રાવ ઉઠતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગૃહમાતાને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.

જ્યારે આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો એ હડકંપ મચાવી દીધી હતી.એજ હારીજના વિવાદિત ગૃહમાતાને સાંતલપુર કસ્તુરબા બાલિકા છાત્રાલયમાં મુકવામાં આવતા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દીકરીઓના વાલીઓ સાંતલપુર હોસ્ટેલમાં પહોંચ્યા હતા. અને અહીં હાલમાં રહેલ ગૃહમાતાને યથાવત રાખવા તેમજ હારીજના વિવાદિત ગૃહમાતાને સાંતલપુર છાત્રાલયમાં નહિ મુકવાની વાત સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.એટલુજ નહિ પણ હારીજ છાત્રાલયના ગૃહમાતાને જો સાંતલપુર હોસ્ટેલમાં મુકવામાં આવશે તો સાંતલપુર કસ્તુરબા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દીકરીઓને એક પણ વાલી છાત્રાલયમાં મોકલશે નહિ તેવી ચીમકી ઉચ્ચારી છે.આ ઘટનાને લઈને હાલ વિવાદ ફરી વધુ એકવાર ચર્ચામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here