પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા ડીવાયએસપી ને રજુઆત કરતાં યોગ્ય કરવાની હૈયાધારણ આપી..
ખેડૂતો જે વાહનો માં માલ વેચવા આવતાં હોય તે વાહન પાછળ રિફલેકટર લગાવવું જરૂરી છે.
પાટણ તા.4
પાટણ જિલ્લાનાં કિસાનો પોતાની ખેતીની ઉપજ વેચાણ માટે પાટણ નવા ગંજ બજાર માં સાધનો મારફતે વેચાણ માટે લાવતા હોય છે ત્યારે પંથકના કિસાના માલ ભરેલા સાધનોને પોલીસ દ્વારા રોકી ખોટી રીતે હેરાન પરેશાન કરાતાં હોવાથી ખેડૂતો ને તકલીફો ભોગવવી પડતી હોય છે ત્યારે ખેડૂતો ની ઉપરોક્ત તકલીફો બાબતે ભારતીય જનતા પાર્ટી પાટણ જીલ્લા કિસાન મોરચા નાં ધ્યાનમાં આવતાં શુક્રવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા નાં પ્રમુખ ભીખાભાઈ ખેર સહિત સંજય ભાઈ પટેલ, તેમજ જિલ્લા ની ટીમ દ્વારાં પાટણ જિલ્લા કિસાન મોરચાનાં ઉપાધ્યક્ષ રોહિત પટેલ ની આગેવાની હેઠળ ડીવાયએસપી સોલંકી ને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆતો કરી ખેડૂતો ને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી.
જે રજુઆત નાં પગલે પ્રત્યુતર આપતાં રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત એવા ડીવાયએસપી સી.એલ. સોલંકી એ ગરીબ ખેડૂત મજુરી કરી પોતાની કમાઈ કરી પોતાની ઉપજ વેચાણ કરવા જતો હોય એ સમયે પાટણ જિલ્લાની કોઈ પણ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં નહીં આવે તેવી હૈયાધારણા આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે હું પણ ખેડૂત પુત્ર છું .હું પણ સમજુ છુ ખેડૂતો ની વેદનાં ને તેમ જણાવી ખેડૂતો કોઈ પણ સાધન લઈ માલ વેચવા નીકળે ત્યારે તેઓનાં ગાડી પાછળ લાલ રિફ્રેક્ટ લાગવી નિકળે કારણ કે વાહન પાછળ રિફલેકટર લગાવવું ફરજિયાત છે કેમ કે રિફલેકટર ના કારણે અંધારામાં પણ તેનો પ્રકાશ પાછળ આવતાં વાહન ચાલકોને દેખાતો હોય છે જેનાં કારણે અકસ્માતોની સંભાવના પણ રહેતી નથી અને બીજી કોઈ જાન હાની પણ અટકી શકે છે તેવું સૂચન કર્યું હતું.જે સુચન નું પાલન કરવા ખેડૂતોને પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા નાં ઉપાધ્યક્ષ રોહિત પટેલ અપીલ કરી પાટણ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોટર. કમલેશ પટેલ પાટણ