
સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત ના અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ ઉન્નતિ ફાઉન્ડેશન, પાટણ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર થી રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળા કેમ્પ નું આયોજન હોટેલ રવેતા, લીલીવાડી પાસે સવારે 8 થી 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું ઉકાળા વિતરણ માં વોર્ડ 11 ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિ પાટણ નગરપાલિકા ના ચેરમેન શ્રી ગીરીશભાઈ પટેલ,પ્રદેશ ભાજપ ના આમંત્રિત સભ્ય લક્ષ્મીચંદ ભાઈ સોલંકી અને આ વિસ્તાર ના યુવા સામાજિક કાર્યકર્તા અને જાણીતા વકીલ શ્રી દિનેશભાઇ પરમાર ,ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા. ઉકાળા વિતરણ બાદ કપ કચરાપેટી માં જ નાખવા નો સુંદર મેસેજ સંસ્થા ના કાર્યકર્તા મિત્રો એ આપી વિસ્તાર ની સ્વાસ્થ્ય સાથે સ્વચ્છતા ના સૂત્ર ને ચરિતાર્થ કર્યું હતું.ઉકાળા વિતરણ ના બીજા દિવસે મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો.