પાટણ ખાતે આયોજિત હોટી કલચર તાલીમનો 50 કરતા વધુ મહિલાઓ એ લાભ લીધો..

0
6

નાયબ બાગાયત નિયામકની કચેરી અને ખેડૂત તાલીમ કેન્દ્ર નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત તાલીમ માં તજજ્ઞો દ્વારા માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું..

પાટણ તા.૭
નાયબ બાગાયત નિયામક ની કચેરી પાટણ અને ખેડૂત તાલીમ કેન્દ્ર (આત્મા ) પાટણ ના સંયુક્ત ઉપક્રમે 50 મહિલાઓની અર્બન હોર્ટીક્લચર તાલીમ શુક્રવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં પાટણ શહેરની પણ મહિલાઓએ ભાગ લીધેલ હતો.
આ તાલીમ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા ના હિનાબેન પટેલ દ્વારા ફળ પાકો ની વિવિધ બનાવટો જામ,જેલી, શરબત ની તાલીમ આપવામાં આવી હતી.તેમજ શાકભાજી ના વિવિધ અથાણાં ની સમજ પણ આપી હતી.
પાટણના નાયબ બાગાયત નિયામક ગલવાડીયા દ્વારા કિચન ગાર્ડન ની માહિતી આપી અર્બન હોર્ટીક્લચર તાલીમ નું અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવેલ હતું.આવી તાલીમો રાજ્ય ના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવેલ હોવાનુ તેઓએ જણાવ્યું હતુ.
તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ માં ભાગ લેનાર તમામ મહિલાઓને સર્ટીફિકેટ વિતરણ કરવામાં આવેલ હતા.સાથે સાથે
ખેડૂત તાલીમ કેન્દ્ર (આત્મા ) દ્વારા મધમાખી ઉછેર ની પણ તાલીમ યોજવામાં આવેલ જેમાં તન્વીબેન પટેલ દ્વારા મધમાખી નું ઉત્પાદન કેવી રીતે કરવું અને તેની જાળવણી અંગે માર્ગદર્શન આપી મધમાખી નું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ બતાવવામાં આવેલ હતુ.
મયુરભાઈ પટેલ નાયબ ખેતી નિયામક તાલીમ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.મહિલા તાલીમાર્થીઓ વતી હસુમતિબેન પટેલ દ્વારા
જણાવેલ આવી તાલીમ ઘણી ઉપીયોગી થઇ સારું માર્ગદર્શન આપવામાં આવેલ અંતે બાગાયત તેમજ ખેતીવાડી વિભાગ ના સ્ટાફ દ્વારા આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here