નેઘરલેન્ડ સરકાર દ્વારા નકારવામાં આવેલ થાઈ કોથમીર બિયારણનો સ્ટોક ભારતમાં પરત લાવી તેનું બારોબાર વેચાણ કરવામાં આવનારૂ હોવાની ફુડ વિભાગની ટીમને બાતમી મળી હતી જેના આધારે એફએસએસના સહિયોગથી પાટણની ફુડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં પાટણ તાલુકાના કણી ગામે આવેલા એલોમએગ્રો ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ગોડાઉનમાંથી જથ્થો આબાદ જડપી લીધો હતા તેમજ તેના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો તેમજ બાકીના તમામ જથ્થાને સીઝ કરી મોહિતકુમાર શંભુપ્રસાદ સામે કાયદેસરની કાર્ય હાથ ઘરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું ફુડ વિભાગની આ તપાસને લઈ ખળભળાટ મચ્ચો હતો પાટણની ફુડ વિભાગની ટીમે ઝડપી કુલ 154 બેગ કિ.ગ્રા 6160 કિ.રૂ.4.92.640નો મુદામાલ સીલ કર્યા
રીપોટર.કમલેશ પટેલ. પાટણ