પાટણ એસઓજી પોલીસે દેશી બનાવટની બંદૂક સાથે બે શખ્સોને આબાદ ઝડપી લીધા..

0
3

સરસ્વતી અને બાલીસણા પોલીસ ની હદમાં ઝડપાયેલા શખ્સો સામે આમૅ એકટ મુજબ ગુનો નોંધાયો..પાટણ તા.3પાટણ એસ.ઓ.જી. પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે સરસ્વતી અને બાલીસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી દેશી બનાવટની બંદુક સાથે બે ઈસમોને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ બાબતે પોલીસ તરફથી મળતી હકીકત મુજબ કચ્છ ભુજ રેન્જ આઇ.જી. તથા જીલ્લા પોલીસવડાની સુચના અનુસાર પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ પર વોચ રાખી તેને સંદતર નાબુદ કરવા સુચનાઓ આપી હોય જે અનુસંધાને પાટણ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો બાલીસણા વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિઓની વોચની કામગીરીમાં હતા તે સમયે ખાનગી બાતમી મળી હતી કે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારના ચડાસણા ગામની સીમમાં એક ઇસમ ગેરકાયદેસર બંદુક સાથે ફરી રહયો છે જે હકીકતના આધારે એસઓજી પોલીસે આરોપી સિંધી રફીકભાઇ ગફુરભાઇને દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડ્યો હતો.આ ઉપરાંત એસ.ઓ.જી. પોલીસની ટીમે સરસ્વતી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી સિંધી લાખીયાર સુલતાન શેરખાનને દેશી બનાવટી બંદુક કિંમત રૂા ૨૫૦૦ સાથે ઝડપી પાડ્યો હતો.એસઓજી પોલીસે આ બંને ઇસમો સામે જુદા જુદા પોલીસ મથકે આર્મ એકટ મુજબ નો ગુનો દાખલ કરાવી વધુ તપાસ જે તે પોલીસ સ્ટેશન ના અધીકારીએ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here