પાટણ એક્સપરિમેન્ટલ સ્કૂલ ના ઇન્ચાર્જ આચાર્ય ધનરાજ ઠક્કરે બ્લડ ડોનેશન દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી કરી…

0
7

પાટણ તા.31
પાટણમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર એક્સપરિમેન્ટલ શાળાના ઈન્ચાર્જ આચાર્ય અને રોટરી ક્લબ પાટણ સાથે છેલ્લા પંદર વર્ષથી સંકળાયેલા ધનરાજભાઇ ઠક્કરે પોતાના જન્મદિવસની દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી ઉજવણી કરી હતી.
પોતાના જન્મદિન પ્રસંગે છેલ્લા 15 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી જન્મદિવસની ઉજવણી કરતા ધનરાજ ઠક્કરે જણાવ્યું હતું કે જ્યારથી પોતે પાટણ ની રોટરી ક્લબ સાથે સંકળાયા છે ત્યારથી માનવસેવાના ઉદ્દેશથી પોતાના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહ્યા છે ત્યારે પોતે પણ અત્યાર સુધીમાં 38 વખત બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ બની પોતાનાં જન્મદિન પ્રસંગને યાદગાર બનાવતાં હોવાનું જણાવ્યું હતું.
રીપોટર. રાજુભાઈ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here