પાટણ અને ચાણસ્મા ખાતે “ગ્લોબલ આયોડિન ડેફિઝિયન્સી ડે” નિમિતે ગ્રાહક જાગૃતિ ની પ્રવૃતિ કરાઈ…

0
4

જાગ્રુત ગ્રાહક મંડળ પાટણ
ન્યુટ્રીશન ઈન્ટરનેશનલ સંસ્થા દિલ્હી અને ક્ન્જ્યુંમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. અમદાવાદ ના સયુક્ત ઉપક્રમે ગ્લોબલ આયોડિન ડેફિઝિયન્સી ડે નિમિતે ગ્રાહક જાગૃતિ માટે પ્રવૃતિ કરવામાં આવી.

ખોરાક અને ઔષધ વિભાગ, ગાંધીનગર થી ફૂડ સેફટી વ્હીકલનું ગુજરાત ના વિવિધ જીલ્લા અને તાલુકામાં પ્રસ્થાન કરવામાં આવ્યું છે ત્યારે આ ફૂડ સેફટી વ્હીકલ પાટણ જીલ્લા ના ચાણસ્મા તાલુકા ખાતે આગમન થયું હતું. જેનું સ્વાગત ન્યુટ્રીશન ઈન્ટરનેશનલ સંસ્થા માંથી નવીનભાઈ પરમાર, FDCA ના એમ એમ પટેલ , અને જાગૃત ગ્રાહક મંડળ પાટણ ના પ્રતિનિધિ રોનકભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
જે પાટણ અને ચાણસ્મા તાલુકા માં આયોડીન મીઠા ઉપયોગ ની ગ્રાહક જાગૃતતા માટે પાટણ શહેર અને ચાણસ્મા તાલુકા ની વિવિધ કરીયાણા અને મીઠા ના રીટેલ તથા હોલસેલ વેપારી તેમજ ગ્રાહકોને આયોડિન યુક્ત મીઠું ના ઉપયોગ વિશે જાણકારી આપી હતી તેમજ સ્પોટ ટેસ્ટ કીટ ના માધ્યમથી સ્થળ ઉપર મીઠા નું ટેસ્ટીંગ કરી મીઠા માં રહેલ આયોડિન ના પ્રમાણ ચકાસણી કરી વેપારી અને ગ્રાહકો ને આયોડીન મીઠા ના પ્રમાણ ની વિષે માહિતી આપવામાં આવી હતી અને આયોડીન યુક્ત પ્રમાણ નું મીઠું ખરીદવા સમજાવ્યું હતું. સાથે સાથે ન્યુટ્રીશન ઈન્ટરનેશનલ અને FDCA દ્વારા મીઠાના નમૂના પણ એકત્રીત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here