પાટણમાં યુવકે વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી

0
73
પાટણ
પાટણમાં કોરોના મહામારીમાં ઓક્સિજન માટે અનેક લોકોના જીવ ગયા હોઈ આવનાર સમયમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં શ્વાસ ટકાવી રાખવા માટે ઓક્સિજનની માત્રા વધારવા માટે વૃક્ષ જ એક આશરો હોઈ માનવજાત વૃક્ષો વધુમાં વધુ ઉછેરે થાય માટે લોકોના જન્મદિવસ ,લગ્નવર્ષ ગાંઠ કે અન્ય ખુશી અવસર પર વૃક્ષો વાવે તેવા પ્રેરણાત્મક આશ્રયથી રાવળ તેજસ ( જર્નલિસ્ટ )નામના યુવકે શહેરના સરસ્વતી નદીના કાંઠે નિર્માણ થઇ રહેલ સહસ્ત્ર તરુવનના બીજા સોપાન સરસ્વતી પીપળવનમાં જન્મદિવસ નિમિતે ઓક્સિજનના દેવ સમાન પીપળો અને મહાદેવનું પ્યારું કૈલાશપતિ તેમજ હનુમાન દાદાની પ્રિય સિંદૂર જાતિના મળી 3 વૃક્ષો વાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.આ ભગીરથ કાર્યમાં આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટના નિલેશભાઈ રાજગોર પણ સાથે જોડાયા હતા.


રીપોટર.કમલેશ્ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here