પાટણમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પર્વની રાજકીય પાર્ટીઓ સહિતના સંગઠનો દ્વારા ઉજવણી કરાઇ

0
7

રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ સંગઠનો , સંસ્થાઓ સાથે વહીવટીતંત્ર દ્વારા મહાત્મા ની પ્રતિમા સન્મુખ શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા..

પાટણ તા.૨
બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે પાટણ શહેરમાં વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા શહેરના રેલવેના ગરનાળા પાસે આવેલ ગાંધીજી ની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શ્રદ્ધા સુમન સમર્પિત કરી ઉજવણી કરવામાં આવી હતી.
152 મી ગાંધી જયંતિ ના પવિત્ર દિવસે આયોજિત કરવામાં આવેલ માલ્યાપણૅ કાયૅક્રમ મા રાજકીય પાર્ટીઓ સાથે, વિવિધ સેવાકીય અને સામાજિક સંગઠનો, સંસ્થાઓ તેમજ સરકારી તંત્ર દ્વારા ગાંધીજી ની પ્રતિમા સન્મુખ શ્રધ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા .
તો પાટણ નજીક આવેલા રાજપુર ગામે સ્થાપિત બાપુની પ્રતિમા ને સમસ્ત ગ્રામજનો દ્વારા માલ્યાપણૅ કરી શ્રધ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા .
ભાજપ દ્વારા ગાંધી જયતી નિમીતે જનતા હોસ્પિટલ થી ખાડીયા સુધી સફાઈ અભિયાન હાથ ધરી ઉજવણી ને યાદગાર બનાવી હતી.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here