પાટણમાં નવરાત્રિ મહાપર્વનુ વિવિધ સમાજના રીત રિવાજ મુજબ સમાપન કરાયું

0
9

પાટણમાં વસતા યુપી નાં ભૈયા પરિવારજનો એ માં અંબાની શોભાયાત્રા યોજી પુજા અર્ચના સાથે માતાજી ના આશિર્વાદ મેળવ્યા..

પાટણ તા.૧૬
પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ધંધા અર્થે સ્થાયી થયેલા બિહાર પંથકના લોકો દ્વારા નવરાત્રિ પર્વમાં દુર્ગાષ્ટમી અને દશેરાના દિવસે કુળદેવી અંબાજી માતાની પૂજાઅર્ચના અને આરાધના કરવામાં આવે છે ત્યારે શહેરના મીરા દરવાજા વિસ્તારમાં વસતા ઉત્તર પ્રદેશના ભૈયાઓ દ્વારા પરંપરાગત મુજબ કુળદેવી અંબાજી માતાની શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.
શોભાયાત્રા મીરા દરવાજા ખાતેથી વાજતે ગાજતે પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી .
આ શોભાયાત્રામાં સમાજની મહિલાઓએ મૈયાના ઝવેરા મસ્તક પર ધારણ કરી શોભાયાત્રામાં જોડાઇ હતી . તો સમાજના યુવાનોએ હેરતઅંગેજ કરતબો કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ આશોભાયાત્રા નિયત કરાયેલ વિવિધમાર્ગો પર ફરી મૈયાના નિજ સ્થાનકે સમ્પન્ન થતાં ભૈયા સમાજના લોકોએ મૈયાની પુજા અર્ચના સાથે આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here