પાટણમાં દિવ્યાંગ અને જરૂયાતમંદ બાળકો માટે હોટલ પાર્ટીનું આયોજન કરાયું.

0
7

પાટણ સિટી પેજ અને મિરેકલ ઓફ કર્મ ગ્રુપ દ્વારા જરૂયાતમંદ બાળકોને ખુશ કરવા આયોજન કરાયું.

બાળકોને અન્ન અને આનંદ કિલ્લોલ મળે માટે હોટલમાં જ વિવિધ રમતો રમાડી ,કેક કાપી ,સ્વાદિષ્ટ ભોજન સાથે પાર્ટી કરાવી..

પાટણ

પાટણ શહેરમાં દિવ્યાંગ અને જરૂરિયાત મંદ નાના ભૂલકાઓને આનંદ કિલ્લોલ તેમજ સ્વાદિષ્ટ અને મળે અને ખુશી સાથે દિવસ પસાર કરી શકે માટે પાટણ સીટી પેજ અને મિરેકલ ઓફ કર્મ ગ્રુપ દ્વારા શહેરમાં હોટલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 150 જેટલા બાળકોને અન્ન અને આનંદ કિલ્લોલ મળે માટે હોટલમાં જ વિવિધ રમતો રમાડી ,કેક કાપી ,સ્વાદિષ્ટ ભોજન સાથે પાર્ટી કરાવી હતી.

પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર સુદામા ચોકડી પર આવેલ થ્રિ સ્ટ્રાર કેરફોર હોટલ ખાતે શનિવારે શહેરના બહેરા મુંગા દિવ્યાંગ બાળકો તેમજ જરૂયાત મંદ નાના ભૂલકાઓ માટે પાટણ સીટી પેજ અને મિરેકલ ઓફ કર્મ ગ્રુપ દ્વારા હોટલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હોટલના હોલ ખાતે બાળકો આવતા તેમને પ્રોત્સાહન માટે પુષ્પથી સ્વાગત કરીને નચાવી મોજ મસ્તી કરવામાં આવી હતી ત્યારબાદ બાળકોને વિવિધ સ્પર્ધાઓ અને રમતો નું આયોજન કરી જેમાં વિજેતા ભૂલકાઓ અને બાળકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ તમામ બાળકોને સ્વાદિષ્ટ ભોજન જમાડી છેલ્લે આઇસ્ક્રીમ ખવડાવી પરત. ઘરે મોકલવામાં આવ્યા હતા. બાળકોએ હોટલ પાર્ટીમાં ખૂબ જ આનંદ આનંદ સાથે મોજ મસ્તી કરીને ખુશી સાથે પાર્ટી એન્જોય કરી હતી અને તમામ બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. સેવાકીય પાર્ટીનું જયમીન મોદી ,તેજસ રાવળ ,ગૌરવ પંડ્યા ,મૌલિક પટેલ , યુવાનોએ જહેમત ઉઠાવી આયોજન કર્યું હતું.જેમાં કેરફોર હોટલના માલિક રાહુલ પટેલ , કેમેરા મેન જીગર પ્રજાપતિ સહિતના સભ્યોએ સહયોગ કર્યો હતો.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here