પાટણમાં આકાશ રંગબેરંગી પતંગોથી ચમકી ઉઠ્યું

0
0

પાટણમાં આકાશ રંગબેરંગી પતંગોથી ચમકી ઉઠ્યું

પતંગ રશિયાઓએ ડીજેના કારણે મન ભરીને ઉતરાયણ ની મજા માણી

આજે વહેલી સવારે પાટણ શહેરમાં મકરસંક્રાંતિ પર્વની હર્ષા ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી પતંગરશિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા જ્યાં તલસાંકળી. ફાફડા .જલેબી. અને ઉંધીયાની જયાફત સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી
અને જયારે પતંગ કાપે ત્યારે એ કાપ્યો ની બૂમો અને ચીચીયારીઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું
પાટણ શહેર સહિત જિલ્લા ભરના લોકોએ રવિવારે એટલે કે ઉતરાયણની વહેલી સવાર થીજ પતંગ બાજી ઉજવણી કરી હતી સામાન્ય નાગરિકોસાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ પતંગ ને મજા લૂંટી હતી
ઉતરાયણ નિમિત્તે આકાશ રંગબેરંગે પતંગોથી છવાઈ ગયું હતું વહેલી સવારથી પતંગ રસિયાઓ પરિવાર સાથે ધાબા પર ચડી ગયા હતા પતંગ ચડાવવા અનુકુળ પવન રહેતાં પેચ લડાવવામાં પતંગ રસિયાઓ ને મજા પડી હતી
અહેવાલ . કમલેશ પટેલ . પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here