સૌપ્રથમવાર અમેરિકાના યુગલે હિન્દુ શાસ્ત્રોક્ત અનુસાર યજ્ઞમાં મંત્રની આહુતિ અર્પિત કરતા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી..
ઉપસ્થિત પરિવારજનોએ પણ અમેરિકાના યુગલની ધાર્મિક વૃત્તિને સરાહનીય લેખાવી..
પાટણ તા.27
પાટણ શહેરની ધર્મપ્રેમી જનતા દ્વારા તમામ ધર્મોના ધાર્મિક તહેવારો ભક્તિમય અને કોમી એખલાસના વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરના મીરા દરવાજા નજીક ઘુઘરાબાવાની વાડી સામે આવેલ શ્રી અંબાજી માતા નાં મંદિર પરિસર ખાતે મંદિરની વષૅગાંઠ નિમિત્તે રવિવારના શુભ દિને અમેરિકા સ્થિત પ્રજાપતિ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો હતો.
શ્રી અંબાજી માતાજી નાં મંદિરની વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરાયેલા યજ્ઞ ના યજમાન પદે અમેરિકા સ્થિત પરસોત્તમદાસ પ્રજાપતિ પરિવારના પુનમભાઈ પ્રજાપતિ ના સુપુત્ર અનિલભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર મોર્ગન અને તેમના ધર્મપત્ની જેનિફરે લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
જગત જનની જગદંબાના સાનિધ્ય માં આયોજિત કરાયેલા યજ્ઞમાં સૌપ્રથમવાર અમેરિકા સ્થિત યુગલે હિન્દુ પરિધાન ધારણ કરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજા અર્ચના સાથે મંત્રો ની યજ્ઞ માં આહુતિ અર્પિત કરતા હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરવા બદલ અમેરિકાના યુગલની ઉપસ્થિત સૌ પરિવારજનો એ સરાહના કરી હતી.
શ્રી અંબાજી માતાના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા યજ્ઞના કાર્યને સફળ બનાવવા મુંબઈ સ્થિત પાટણના વતની મંજુલાબેન રમણભાઈ પ્રજાપતિ તેમજ મંદિરના કર્તાહર્તા નીરુભાઈ પ્રજાપતિ સહિત પરિવારે જહેમત ઉઠાવી હતી..
રીપોટર. કમલેશ પટેલ પાટણ