પાટણની પ્રગતિ નગર સોસાયટીના રહીશો રખડતા ઢોરની સમસ્યાને લઈ ભયભીત બન્યા

0
2

પાલિકા વાળા રખડતા ઢોર સોસાયટીમાં છોડી જતા હોવાના સ્થાનિકોએ લગાવ્યા આક્ષેપ

પાટણ શહેરમાં રખડતાં ઢોર પકડવાની જવાબદારી નગરપાલિકાની છે ત્યારે પાટણ નગરપાલિકાની આડોદાઇ સામે આવી છે જેમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડી ને ડબ્બે પુરવાની જગ્યાએ સોસાયટીમાં પુરતાં રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
મળતી વિગતો મુજબ પાટણ શહેર સહિત કેટલાય વિસ્તારોમાં હાલના સમયમાં રખડતા ઢોરોના રીતસરના અડિંગો જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ ખાતે આવેલી કેટલીય સોસાયટીઓમાં પણ વિવિધ જગ્યાએ રખડતા ઢોરો નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે પાટણની ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલ વાળીનાથ ચોક પાસેની પ્રગતિ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રસ્તે રઝળતી ગાયો પકડીને સોસાયટીમાં જ છોડી મૂકતા ગાયો દ્વારા તોફાન કરી સોસાયટી ની અંદર પડેલ બાંકડાઓ તેમજ ગાડીઓના પણ કાચ ફોડતી હોવાનું સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે આશ્ચર્ય ની વાત તો એ છે કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડીને ડબ્બે પુરવાની જગ્યાએ સોસાયટીમાં પૂરવામાં આવતા અનેક સવાલો નગરપાલિકા સામે ઊભા થઈ રહ્યા છે
અહેવાલ : કમલેશ પટેલ : પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here