પાટણની તપોવન પ્રાથમિક શાળા ખાતે સાપ્તાહિકી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું..

0
12

વષૅ ૨૦૨૧ નાં સમાપન સપ્તાહ અને અને વષૅ ૨૦૨૨ નાં આગમનને વધાવવા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ માં શાળાના બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો..

પાટણ તા.૩૦
બાળકોને શિક્ષણ ની સાથે સાથે તેઓની બાહ્ય શક્તિ ને ઉજાગર કરવા અવાર નવાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતી અને પાટણ શહેરમાં પ્રાઈમરી શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર રાજમહેલ રોડ સ્થિત તપોવન શૈક્ષણિક સંકુલ ખાતે વષૅ ૨૦૨૧ નાં સમાપન સપ્તાહ ની ઉજવણી અને વષૅ ૨૦૨૨ નાં આગમનને વધાવવા સાપ્તાહિકી સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.
શાળા સંકુલ ખાતે આયોજિત આ વિવિધતા સભર નાં સાંસ્કૃતિક કાર્યક્રમો માં શાળાના બાળકો પણ ઉત્સાહ ભેર ભાગ લઈને પોતાની આંતરિક શક્તિઓને ઉજાગર કરી રહ્યા છે. ગતરોજ શાળા નાં ધો ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક પાત્રિય સ્પધૉ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પધૉમાં શાળા નાં વિદ્યાર્થીઓએ ડોક્ટર,વકિલ, શાકભાજી ની લારી વાળા,નસૅ, ટપાલી, સહિતના ટ્રેડિશનલ ડ્રેસ માં સજી ધજી ને પોતાની કલા નું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
સ્પધૉમાં ભાગ લેનાર સ્પધૅકો ને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળા ખાતે આયોજિત સાપ્તાહિકી સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેનાર વિધાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા શાળાનાં સંચાલક હાર્દિકભાઈ સહિત શાળા પરિવારે ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here