પાટણની કષ્ની બાલ વાટિકામાં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ.

0
0

સમગ્ર ભારત દેશ આઝાદીના રંગે રંગાયો હતો ત્યારે સમગ્ર દેશની અંદર વિવિધ વિસ્તારોમાં ૭૫ માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરની અંદર આવેલ કષ્ની બાલવાટિકા ની અંદર પણ ૭૫ માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી
પાટણ શહેરના પદમનાથ વિસ્તારમાં આવેલ કષ્ની બાલવાટિકા સ્કૂલની અંદર ૭૫ માં પ્રજાસત્તાક દિનની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઇ સલામી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ નાના-નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થતી ઉપસ્થિત સૌ વાલીઓ તેમજ શિક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે કષ્ની બાલવાટિકા સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ શાળાનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here