પાટણના મૂર્તિકારો નયનરમ્ય ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા..

0
20

ગણેશ ઉત્સવને અનુરૂપ માટી માંથી તૈયાર કરવામાં આવતી ગણેશજીની પ્રતિમાઓનું અનેરૂ મહત્વ..રૂ.100 થીં 5000 સુધી ની કિંમત ની મૂર્તિ તૈયાર કરવામાં આવી..પાટણ તા.4પાટણ શહેર માં વર્ષોથી માટી માંથી મૂર્તિઓ અને રમકડાં બનાવતા ઓતિયા સમાજ ના કારીગરો આગામી વિઘ્નહર્તા ગજાનન ગણેશજીનાં પાવન પર્વ ગણેશ ચતુર્થી ને લઈ માટી માંથી ગણેશજી ની મૂર્તિઓ બનાવવાના કામ માં લાગી ગયા છે.

શહેરમાં રહેતા ઓતિયા સમાજ ના ચાર જેટલા પરિવારોના પૂર્વજો માટી માંથી કાનુડો,દશા માતાજી સહિત અન્ય ચીજ વસ્તુઓ બનાવતા હતા.આજે પણ બાપદાદા ની વર્ષો જૂની માટી માંથી વિવિધ વસ્તુ બનાવવા ની પરંપરા તેઓએ જાળવી રાખી છે. હિન્દુ ધર્મ ના વિવિધ ધાર્મિક તહેવારો માં આ માટી કામ નાં કારીગરો વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે.હમણાંજ દશામાં ના વ્રત માં આ કારીગરો એ માટી માંથી માતાજી ની સુંદર મૂર્તિઓ બનાવી હતી. અને હવે આગામી ભાદરવ સુદ ચોથ ના દિવસે ગણપતિ ભગવાનની આરાધનાનું પવિત્ર પર્વ ગણેશચતુર્થી નો તહેવાર આવી રહ્યો હોય પાટણ ના ઓતિયા પરિવારના માટીકામ ના કારીગરો એ માટી માંથી ગણપતિ દાદા ની વિવિધ મુદ્રાઓ વાળી મૂર્તિયો બનાવવાનાં શ્રી ગણેશ કર્યા છે .બોક્સ..મૂર્તિ કાર નવીનભાઈ ઓતિયા એ જણાવ્યું હતું કે હવે લોકો માં પાર્વરણ પ્રત્યે જાગૃતતા આવતા તેવો પી ઓ પી ની જગ્યાએ માટી માંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિઓ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે જેથી અગાઉ થી મૂર્તિ ઓનું એડવાન્સ બુકિંગ કરાવતા હોવાથી તેમજ માટી માંથી બનતી મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયા નો સમય લાગતો હોવાથી એક મહિનાથી ગણેશ ની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવું પડતું હોવાનું તેઓએ જણાવ્યું હતુ . બોક્સ..ગણેશજી ની મૂર્તિ કઇ રીતે બને છે ? મૂર્તિ કાર નવીન ઓતિયા ના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ જાળેશ્વર પાલડી ના તળાવ માંથી ચીકણી માટી લાવીએ છીએ તેને થોડા દિવસ પાણીમાં પલાળવામાં આવે છે પછી તેને ચારણી વડે ચાળી લઈ માટીને પગ વડે ખૂદી મૂર્તિ માટે તૈયાર કરવામાં આવે છે. પછી તે માટી માંથી મૂર્તિઓ બનાવવા માં આવે છે.બોક્સ..માટી ની મૂર્તિ રૂ .100 થી 5 હજાર માં વેચાય છે.કારીગરો ગણપતિ ની વિવિધ પ્રકાર ની મૂર્તિઓ બનાવી રહ્યા છે જેમાં બાહુબલી અવતાર ગણપતિ સિહાસન , શંખ , ડમરુ , શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવી રહી નરેશભાઈ ઓતિયા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here