પાટણના ભૈરવ રોડ પર આવેલ શ્રી વાવ ના ખોડિયાર માતાજી મંદિર પરિસર ખાતે આઠમના હવન નું આયોજન કરાયું..

0
16

શુદ્ધ ઘીનો શીરો અને મગના પ્રસાદ નું આયોજન..

હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો નો લાભ લેવા ધમૅ પ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ..

પાટણ તા.૮
પાટણ શહેર માં અનેક દેવી દેવતા નાં મંદિર પરિસરો ભક્તજનોના આસ્થાના પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે ત્યારે પાટણ શહેરના ભૈરવ રોડ પર આવેલ શ્રી વાવ નાં ખોડિયાર માતાજી નાં મંદિર પરિસર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માતાજીની પવિત્ર આઠમ નિમિત્તે બુધવારના રોજ નવ ચંડી યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સરકાર ની કોવિડ ગાઈડ લાઈન નાં પાલન સાથે ઉજવવામાં આવનાર હોવાનું મંદિર પરિસર નાં સેવકો દ્વારા જણાવવામાં આવ્યું છે. પાટણ શહેર નાં ભૈરવ રોડ પર આવેલા શ્રી વાવ ના ખોડિયાર માતાજી નાં મંદિર પરિસર ખાતે આવતીકાલે તારીખ ૯/ ૨ /૨૦૨૨ ને બુધવારના રોજ પવિત્ર આઠમ નિમિત્તે માતાજીનો હવન તથા મગ અને શુદ્ધ ઘીના શીરા ના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય પાટણ શહેર ની ધમૅ પ્રેમી જનતાને આ ધાર્મિક પ્રસંગે શ્રી ખોડિયાર માતાજીના હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે પ્રસાદ નો લ્હાવો લેવા શ્રી ખોડિયાર માતાજી મંદિરના ભકત અને આ સંપૂર્ણ ધાર્મિક ઉત્સવો નાં યજમાન અને આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલસિંહ રાજપૂત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રીપોટર. નિલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here