પાટણના ભૈરવદાદા મંદિર પરિસર ખાતે દાદાનાં જન્મ જયંતિ પવૅ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો..

0
5

કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને દાદાની શોભાયાત્રા અને સમૂહ પ્રસાદ નું આયોજન મૌકુફ રખાયું…

સોશ્યલ ડિસ્ટન્સ સાથે મોટી સંખ્યામાં ભક્તજનો એ ઉપસ્થિત રહી અન્નકુટના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા.૨૭
ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતિક સમા સોભાયમાન બની રહ્યા છે ત્યારે પાટણની ધર્મપ્રેમી જનતા દ્વારા પણ અવારનવાર આવા ધાર્મિક મંદિર પરિસર ખાતે ભક્તિ સભર ધાર્મિક ઉત્સવો, મેળાઓ, પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ દેવી-દેવતાના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે પાટણ શહેરના પ્રસિદ્ધ એવા ભૈરવ દાદાના મંદિર પરિસર ખાતે દર વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ કારતક વદ આઠમ ને શનિવાર ના શુભ દિને શ્રી ભૈરવ દાદા ના જન્મ જયંતિ મહોત્સવ પર્વને અનુલક્ષીને ભવ્યાતી ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ભૈરવ દાદાના મંદિર પરિસર ખાતે બિરાજમાન અન્ય દેવી દેવતાઓનો મંદિર સન્મુખ વિવિધ વાનગીઓ સાથે નો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો.શ્રી ભૈરવ દાદાના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવેલ આ અન્નકુટ મહોત્સવ નાં દશૅન પ્રસાદ નો મોટી સંખ્યામાં ભક્તજનો એ ઉપસ્થિત રહી લાભ લઇ ધન્યતા અનુભવી હતી તો છેલ્લા બે વર્ષથી કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર ખાતે ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજીત ભોજન પ્રસાદ અને શ્રી ભૈરવ દાદા ની શોભાયાત્રા મૌકુફ રાખવામાં આવી હોવાનું તેમજ આ અન્નકુટ મહોત્સવ નાં દશૅન રાત્રી નાં ૧૧ કલાક સુધી ચાલું રાખવામાં આવેલ હોવાનું મંદિર ના પુજારી કનુભાઈ એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here