પાટણના બે યુવા ખેલાડીએ આંતર રાજ્ય કબડ્ડી સ્પધૉમાં ગોલ્ડ મેડલ મેળવ્યો…

0
4

કેન્સર પિડીત પિતાની સેવા સાથે રમત ગમત ક્ષેત્રે ઉજળી કારકિર્દી માટે ધૃવ ભીલને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી..પાટણ તા.9ગુજરાત ના ખેલાડીઓ ને રમત ગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુથી રાજય સરકાર દ્વારા ખેલે ગુજરાત જીતે ગુજરાત જેવાં ખેલકૂદ મહોત્સવ નાં આયોજન કરવામાં આવી રહ્યા છે

ત્યારે તેની ફલશ્રૃતી રૂપે ગુજરાત નાં ખેલાડીઓ પણ દેશ વિદેશમાં આયોજિત કરવામાં આવતી વિવિધ સ્પધૉમાં ભાગ લઈ ગુજરાત ને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે યુથ સ્પોર્ટ ફેડરેશન દ્વારા આંતર રાજ્ય કબડ્ડી સ્પધૉનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પધૉમાં પાટણ શહેર માંથી પટ્ટણી અજય અશોકભાઈ અને ભીલ ધ્રુવ રાકેશભાઈએ પણ ભાગ લીધો હતો અને બન્ને ખેલાડીઓ એ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની ટીમને ગોલ્ડ મેડલ અપાવી પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાત નું નામ રોશન કર્યું છે. ત્યારે આ બન્ને કબડ્ડી ખેલાડીઓ ની સિદ્ધી ને પાટણનાં નગરજનો એ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.શહેરની બી.ડી.એસ.કોલેજ માં અભ્યાસ ની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે આગવી પ્રતિભા હાંસલ કરનાર પટ્ટણી અજય અશોકભાઈ ની સાથે કબડ્ડી પ્લેયર તરીકે જયપુર ખાતે સ્પધૉમાં ભાગ લેનાર ધૃવ ભીલના પિતા રાકેશભાઈ કેન્સર પિડીત હોય પિતાની સેવાની સાથે સાથે પરિવારને મદદરૂપ બની રમત ગમત ક્ષેત્રે પાટણને ગૌરવ અપાવનાર આ કબડ્ડી ખેલાડીને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તો તે પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતનું નામ ઈન્ટર નેશનલ લેવલે રોશન કરી શકે તેમ હોવાનું તેઓનાં અંગત વર્તુળોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here