પાટણના બાલીસણા- બબાસણા સુજલામ સુફલામ્ કેનાલ મા બિન વારસી લાશ જોવા મળી..

0
12

કેનાલમાં અજાણ્યા વ્યક્તિ ની લાશ ને લઈ લોકો નાં ટોળા ઉમટી પડ્યા..

પાટણ તા.૨૪
પાટણ તાલુકાના બાલીસણા – બબાસણા ની સુજલામ સુફલામ કેનાલ માં શુક્રવારની સાંજે અજાણ્યા ઈસમ ની લાશ તરતી જોવા મળતા લોકો નાં ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા તો સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી લાશ ને બહાર કાઢી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના બાલીસણા થી બબાસણા ગામ તરફની સુજલામ સુફલામ કેનાલમા શુક્રવારના રોજ બપોરના સુમારે કોઈ અજાણ્યા આશરે ૪૦ વર્ષની ઉમર ધરાવતા ઇસમની લાશ પાણીમાં તરતી હોવાનું લોકોને જોવા મળતા લોકો નાં ટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા તો આ બાબતે બાલીસણા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને પાણી માંથી બહાર કઢાવવામાં આવી હતી અને સ્થળ પંચનામું કરી લાશને પીએમ અર્થે પાટણ સિવિલ માં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા લાશની ઓળખવીધી માટે પણ ચકો ગતિમાન કર્યા હોય પરંતુ હજુ સુધી લાશ ની ઓળખવીધી થઈ શકી ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here