પાટણના પદ્મનાભ મંદિર પરિસરની ગુજરાત પ્રદેશ ભાજપ અ.જા.મો.ના ઉપાધ્યક્ષ સહિત ની ટીમ દ્વારા સફાઈ કરાઈ..

0
0

સફાઈ અભિયાન મા પદ્મનાભ ઉત્સવ સમિતિ અને પાયોનિયર સ્કૂલ ના વિધાર્થીઓ પણ સહભાગી બન્યા..

પાટણ તા. ૧૮
સમગ્ર દેશમાં તારીખ 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત ભગવાન રામચંદ્રજીના ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


અયોધ્યા મા ભગવાન શ્રી રામચંદ્રજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હિન્દુસ્તાનના તમામ ધાર્મિક સ્થળો સ્વચ્છ બને તે માટે ધાર્મિક સ્થાનકોની સ્વસ્થતા અભિયાન ઝુંબેશ હાથ ધરવા કરાયેલી અપીલને ધ્યાનમાં રાખી બુધવારના રોજ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અનિતાબેન પરમાર સાથે અનુસુચિત જાતિ મોરચા પાટણ શહેર અને જિલ્લાના પદાધિકારીઓ
એ પાટણ ના શ્રી પદ્મનાભ મંદિર પરિસરને સ્વચ્છ બનાવવા ભગવાનની પુજા અચૅના સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
આ સ્વચ્છતા અભિયાન
માં પ્રદેશ અ.જા.મો.
કાર્યાલય મંત્રી કૃણાલ પારધી,પ્રદેશ અ.જા.મો.
મિડિયા કન્વીનર મનિષ
ભાઈ સોલંકી,પાટણ જિલ્લા અ.જા.મો.પ્રમુખ વશરામભાઇ વઢીયારી,
વિનોદ કરલીયા, ગીતાબેન સોલંકી, મધુબેન સેનમા પદ્મનાભ ઉત્સવ સમિતિ
ના શાંતિભાઈ સ્વામી, યશ
પાલ સ્વામી,ભાઈચંદભાઈ પ્રજાપતિ તેમજ ગુરૂકૃપા ગેસ એજન્સી ના સ્ટાફ સાથે પાટણની પાયોનિયર સ્કૂલના વિધાર્થીઓ પણ
જોડાયા હતા.
પદ્મનાભ મંદિર પરિસરને સ્વચ્છ બનાવ્યાં બાદ અનિતાબેન પરમાર અને તેમની ટીમ દ્વારા પાટણની
પાયોનિયર શાળાના વિદ્યાર્થીઓને અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો.
અહેવાલ . કમલેશ પટેલ . પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here