પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 54માં જન્મદિવસની અનોખીરીતે કરી ઉજવણી:જન્મ દિવસ નિમિતે વૃદ્ધાશ્રમના 100 થી વધુ વડીલોને તીર્થ યાત્રા માટે જવાનાં ભવ્ય આયોજન સાથે રક્તદાન કેમ્પનું આયોજન

0
0

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

NSUI સહીત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 54 યુનિટ બ્લડ એકત્ર થયું

પાટણ નાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પોતાના 54માં જન્મદિવસની અનોખી ઉજવણી કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધારાસભ્ય કિરીટભાઈ એ પોતાના જન્મ દિવસ નિમિતે વૃદ્ધાશ્રમના 100 થી વધુ વડીલોને તીર્થ યાત્રા માટે જવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.બ્લડ ડોનેશન કેમ્પ ની અંદર NSUI સહીત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 54 યુનિટ બ્લડ એકત્ર થયું હતું.NSUI દ્વારા ટી એસ આર કોમર્સ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે રકતદાન કેમ્પ ની અંદર NSUI સહીત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 54 યુનિટ બ્લડ એકત્ર થયું હતું.

જન્મ દિવસ નિમિતે પાટણ નાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.અને બાલીસણા સંડેર અને ખીમિયાણા વૃદ્ધાશ્રમના 100 થી વધુ વડીલોને તીર્થ દર્શન કરાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ વડીલો ધરોઈ, તારંગા,અંબાજી, બાલારામ તીર્થ દર્શન માટે પ્રસ્થાન થયા હતા. આવા સુંદર મજાના આયોજન કરતા ધારાસભ્ય કિરીટભાઈ નું વૃદ્ધાશ્રમ વડીલો સહિત રક્તદાન કેમ્પમાં ઊપસ્થિત વિદ્યાર્થીઓએ કિરીટભાઈ નું પુષ્પ અને ફૂલહાર અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here