પાટણના જોગીવાડા વિસ્તારમાં ગંદકીના ઢગ ખડકાયા પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં.

0
1

પાટણ શહેરમાં આવેલા જોગીવાડા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા અભિયાન પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે તેમજ નવનિયુક્ત ચિફ ઓફિસર દ્વારા ગત સમયમાં પાટણ નગરપાલિકાનો ચાર્જ સંભાળતા સાથે બજારમાં જાત નિરીક્ષણ કરીને કચરો દૂર કરવાની સુચનાને નગરપાલિકાના કર્મચારીઓ ધોળીને પી ગયા હોય તેમ જણાઈ આવી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશો પણ રોગચાળો થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે
સરકાર દ્વારા એક બાજુ સ્વચ્છતા અભિયાનની મોટા પાયે સુફિયાણી વાતો કરી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે તેમાંના વલ્ડ હેરિટેજ ગણાતા પાટણ શહેરમાં આવેલા જોગીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજ્ય સ્થપાયુ છે તેમજ નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકઠો કરતા કર્મચારીઓ પણ જાણે કુંભકર્ણ ની મીઠી નિંદર માણતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સત્વરે પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કર્મચારીઓ ને ચોખ્ખા દુધની ઉકાળેલ ચા પીવડાવી કુંભકર્ણ ની નિંદ્રામાંથી ઉઠાડી ને કચરો ઉકેલવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે…

અહેવાલ . કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here