પાટણના ચાર ગામોની અવર જવર માટે ના માર્ગ પરના રેલવે ફાટક પર વૈકલ્પિક રસ્તાની માંગ ઉઠી..

0
12

વૈકલ્પિક રસ્તા માટે કલેકટર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી..

પાટણ તા.૨૪
પાટણ તાલુકાના ચાર ગામો ના અવર જવર માટેના મહત્વના માર્ગ પરના રેલવે ફાટક અવાર નવાર બંધ થતો હોવાથી ટ્રાફિક જામ નાં દ્રશ્યો સાથે લોકો ને હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે આ ફાટક વાળો રસ્તો બંધ ન થાય તે માટે ફાટકની બાજુમાં વૈકલ્પિક રસ્તા ની વ્યવસ્થા કરવા માટે ચાર ગામના ગ્રામજનો દ્વારા શુક્રવારના રોજ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી .
પાટણ તાલુકા ના નોરતા , નોરતા ( ઓટા ) , આંબાપુરા , સંખારી આમ કુલ ચાર ગામોની અવરજવર માટે ના મહત્વના માર્ગ માં આવતી રેલ્વે ફાટક આગામી સમય માં રેલવે ની કામગીરી ને લઈ અવાર નવાર બંધ થતી હોવાથી ટ્રાફિક ની સમસ્યા સાથે લોકો ને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ચાર ગામના લોકો ને આવવા અને જવા માટે ના વૈકલ્પિક અને કાયમી રસ્તાની વ્યવસ્થા કરવા માટે પાટણ કલેકટરને શુક્રવારના રોજ આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી .
આ રજુઆત નાં પગલે જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ બનાવ માટે હૈયાધારણા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here