પાટણના ગુણવંતા હનુમાન દાદાની શ્રઘ્ધા ભક્તિ સાથે 400 વર્ષની પરંપરા મુજબ પલ્લી ભરવામાં આવી..

0
8

દાદાની પલ્લી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ બુધવારે વહેલી સવારે મંદિરે પરત ફરતા જય જય કાર કરાયો..

બેંગલોર, મુંબઈ અને અમદાવાદ સહિતના શહેરોમાં રહેતાં દાદાનાં ભક્તોએ ખાસ ઉપસ્થિત રહી પલ્લી દશૅન પ્રસાદ નો લાભ લીધો..

પાટણ તા.૨૦
પાટણ શહેરના સુભાષચોક નજીક આવેલા ગુણવત્તા હનુમાન દાદાની ૪૦૦ વષૅ થી પરંપરાગત ભરાતી પલ્લી મંગળવારના રોજ ભક્તિ મય માહોલમા ભરાઈ હતી. જેના દર્શન નો લાભ ભાવિક ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી.
પાટણના સુભાષચોક નજીક આવેલા ગુણવંતા હનુમાનજીના મંદિરે આસો સુદ-14ની રાત્રીએ પરંપરાગત રીતે ભરવામાં આવેલ પલ્લી નાં પાવન પર્વ પ્રસંગે પાટણ ના રામી,ખત્રી, કરબતીયા બ્રાહ્મણો વગેરે જ્ઞાતિના પરીવારોએ ઉપસ્થિત રહી આરાધ્ય દેવને 400 વર્ષની પરંપરા મુજબ નૈવેદ્ય ધરાવ્યો હતો.
દાદાની પલ્લી નિજ મંદિરે થી પ્રસ્થાન પામી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇ બુધવારે વહેલી સવારે મંદિરે પરત ફરતા ભક્તો દ્વારા દાદા નો જય જય કાર કરવામાં આવ્યો હતો.
પલ્લી ની પરંપરા જણાવતા દાદાના આરાધક કિરણભાઇ રામીએ જણાવ્યું હતું કે, મંગળવારે મધ્યરાત્રે 12-39 કલાકે પલ્લી ખંડ ભરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા ડેકલા, ત્રાંસા, મંજીરા, ઢોલક સાથે સાખી ગાન કરાયું હતું. પલ્લીયાત્રા મંદિરેથી નીકળી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ બુધવારે વહેલી સવારે છ વાગે મંદિરે પરત ફરી હતી. ત્યાં સુધી ભક્તજનો ભાવવિભોર થઇને પલ્લીમાં જોડાયા હતા.
આ પલ્લી માં બેંગલોર, અમદાવાદ, મુંબઇ તેમજ અન્ય દૂરના સ્થળે રહેતાં જ્ઞાતિજનો, ભક્તો પણ પલ્લી ભરવા અને દર્શનનો લાભ લેવા મંદિર પરિસર ખાતે ઉમટ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here