Home BG News પાટણના કુડેર ખાતે શરદ પૂનમ નાં પાવન દિવસે ત્રિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં...

પાટણના કુડેર ખાતે શરદ પૂનમ નાં પાવન દિવસે ત્રિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા

0

પાટણ તા.૨૧
પાટણ નજીક આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ કુડેર ખાતે શરદ પૂર્ણિમા ના દિવસે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન ભક્તિ મય માહોલમા કરવામાં આવ્યું હતું.જેમાં 751 દિવડા ની મહાઆરતી, આનંદ ના ગરબા અને 19 મો પાટોત્સવ પ્રસંગ યોજાયો હતો.
કૂડેર ગામ માં આવેલ ત્રિપુરા સુંદરી માં બહુચર બાળા મંદિર માં 33 દેવી દેવતાઓના મંદિર આવેલ છે તો અહી વીર વચ્છરાજ સોલંકી નું મંદિર પણ આવેલ છે અહીં 400 વર્ષ જૂની 2 ખાંભીઓ ઈતિહાસ ની સાક્ષી પુરી રહ્યા છે જેમાં 2 ભાઈઓ ગૌ રક્ષા અને ગામ ની રક્ષા માં સહિદ થયા હતા.
બહુચર માતા ના મંદિરે 19 માં પાટોત્સવ માં શ્રધ્ધાળુ પરિવાર નાં ઇન્દિરા બા હિંમતસિંહ પી સોલંકી પરિવારે આત્રિવિધ ધાર્મિક ઉત્સવના યજમાનપદે લાભ મેળવી ધન્યતા અનુભવી હતી
તો દિવસ દરમ્યાન આનંદ ના ગરબા ની રમઝટ સાથે કળશ યાત્રા નીકળી હતી માતાજી ને બેન્ડ દ્વારા સલામી અપાઈ હતી, મહા આરતી માં 751 દિવડા પ્રગટાવી ને ભક્તોએ આરતી પ્રસાદ નો લાભ લીધો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version