પરમ પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીજી યોગાશ્રમ ખાતે જરૂરીયાતમંદ પરીવારોને સુખડી અને છાસનું વિતરણ કરાયું

0
4

ચાણસ્મા ખાતે આવેલા પરમ પૂજ્યસ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ખાતે યોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ ચાણસ્મા ખાતે રહેતા જરૂરિયાત મંદ પરિવારોને સુખડી અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું

પરમ પૂજ્ય સચ્ચિદાનંદ બાપુ ના યોગાશ્રમ ના મહેન્દ્રભાઈ ભટ્ટ . જ્યંતિભાઈ પટેલ (ડેરીવાળા).માણેકલાલ ગીરધરદાસ પટેલ. .ચંદુભાઈ મોરબી વાળા. બાહુલભાઈ સથવારા. નવિનભાઈ સથવારા. સીતારામભાઈ સથવારા. ઝવેરભાઈ. મુકુન્દભાઈ દવે. કાઠીવાડ અને મોરબી તેમજ આશ્રમના જુના સેવકો સાથે જરૂરીયાતમંદ પરિવારને સુખડી અને છાસ નું વિતરણ સેવા ચાલું કરવામાં આવી હતી આ સેવાકીય પ્રવૃતિ થોડો સમય કોરોના ની પરિસ્થિતિના કારણે બંધ કરવામાં આવી હતી
જે આજરોજ કોરોના ની પરિસ્થિતિ સુંઘારા ઉપર આવતા પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ દ્વારા ફરીથી છાશ અને સુખડી નું વિતરણ શરૂ કરાયું હતું પરંતુ પુનઃ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી યોગ આશ્રમ ખાતે રવિવારથી જરૂરીયાતમંદ પરીવારોને છાશ અને સુખડી વિતરણ શરૂ કરાયું છે અને જે દર રવિવારે છાશ અને સુખડી નું વિતરણ કરવામાં આવશે આજના તારીખ. 2/1/2022 ને રવિવારે યોજાયેલા છાસ અને સુખડી ના દાતાશ્રી મનુભાઈ કવિએ તેમના પિતાજી નારણભાઈ ગંગારામ કવિના સ્મરણાર્થે દાતા તરીકે સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સચ્ચિદાનંદ યોગાશ્રમ નવા પ્રમુખ ચંદુભાઈ મોરબીવાળા અને ટ્રસ્ટી શ્રીઓ ભારત વિકાસ પરિષદના પ્રમુખ પસાભાઈ પટેલ ડેવિડ પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ મુકેશભાઈ પટેલ શૈલેષભાઈ મોદી આશ્રમના સેવક બાહુલભાઈ સથવારા. તેમજ આશ્રમના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here