પંજાબ ની રેલી દરમિયાન વડાપ્રધાન અને તેમના કાફલા ઉપર હુમલો કરવાના ષડયંત્ર ને પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા એ વખોડયો..

0
3

પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા..

પાટણ તા.12
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના કાફલા પર પંજાબમાં રેલી દરમિયાન હુમલો કરવાના નાપાક ષડયંત્ર ની ધટનાને ભારતીય જનતા પાર્ટી દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી પંજાબ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે ત્યારે બુધવારના રોજ પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક ગાંધીજી ની પ્રતિમા પાસે પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ ની કોંગ્રેસ સરકાર ના કાવતરા સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શિત અને ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિતિ
પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત
પાટણ જિલ્લા ભાજપ કિસાન માેરચાેના આગેવાનો,કાયૅકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પંજાબ ની કોગ્રેસ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કરાયેલા હુમલાના કાવતરાને વખોડી કાઢી પંજાબ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
અહેવાલ. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here