પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરામાં ૧૨મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

0
10

પંચમહાલ

પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને મતદાતા દિવસના ઉદ્દેશ્ય અને મહત્વ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું છે. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીશ્રી, કૉલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ….. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here