પંચમહાલ શહેરા નાંદરવા હાઇસ્કુલના આચાર્ય પી.ડી.સોલંકીનો વયનિવૃત સભારંભ યોજાયો*

0
16
પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘ અને પંચ.જિ.શૈ.સંઘ સંકલન સમિતિના પ્રમુખ અરવિંદસિહ બી.પરમાર તથા પંચ.જિ.મા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ અને પંચ.જિ.શૈ.સંઘ સંકલન સમિતિના મહામંત્રી અરવિંદભાઈ એન. દરજી તથા પંચ.જિ.વહીવટી સંઘના પ્રમુખ અને પંચ.જિ.શૈ.સં.સંકલન સમિતિના ખજાનચી મહેશભાઈ વ્યાસ તથા શહેરા તાલુકાની નાંદરવા હાઈસ્કૂલના પ્રિન્સીપાલ પી.ડી.સોલંકી વય નિવૃત થઈ રહ્યાં હોય તેમનો “વયનિવૃતી વિદાય સમારંભ” સંકલન સમિતિના અદયક્ષ પી.ડી.સોલંકી સાહેબના અદયક્ષ પદે અને માન.પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ સાહેબના પ્રમુખ પદે યોજાયો.
આ નિવૃત થઈ રહેલા સૌ પદાધિકારીઓને આ પ્રસંગે સંકલન સમિતિ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પંચ જિ.મા.શિ.સંઘના નવા વરાયેલા પ્રમુખ પી.એસ.પરમાર તથા મહામંત્રી એ.વી.સોલંકી તથા પંચ.જિ.આચાર્ય સંઘના નવા વરાયેલા પ્રમુખ જે.ડી. રાઉલજી તથા મહામંત્રી પદે નવા વરાયેલા આર.આર.જોષીનું બૂકે આપી ‘સન્માન’ કરવામાં આવ્યું હતુ..
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી. (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here