પંચમહાલ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આંદોલનના કાર્યક્રમનું એલાન કર્યું

0
30

માધ્યમિક. ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ. આચાર્ય સંવર્ગ ના પડતર પ્રશ્નો ન ઉકેલાતાં પુન: આંદોલનનુ રણશિંગુ*_ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ શિક્ષકો જેમાંથી પંચમહાલ જિલ્લાના પણ માધ્યમિક. ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ તેમજ આચાર્ય સંવર્ગ ના તમામ શિક્ષક મિત્રો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસનું આંદોલન કરશેઆગામી તારીખ ૧૩ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી માં શિક્ષકો પ્રતિક ઉપવાસ કરશેગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલનને મંજૂરી ના મળે તો રાજ્યના તેમજ દરેક જિલ્લાના તમામ શિક્ષકો કેસરી પટ્ટી ધારણ કરી આંદોલનમાં ભાગ લેશેરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગની રાજ્ય કારોબારીમાં લેવાયેલ નિર્ણય અનુસાર માધ્યમિક.ઉ.મા સંવર્ગના પડતર પ્રશ્નો ન ઉકેલાતા પુનઃ આંદોલનનું રણશિંગુ ફૂંકી આંદોલન કાર્યક્રમનું આયોજન કરી દીધું છે. જેમાં આગામી તારીખ ૧૩ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરથી રાજ્યના શિક્ષકો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ પર બેસશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ગુજરાત ના અધ્યક્ષ રમેશભાઇ ચૌધરી અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો ન ઉકેલાતા આગામી તારીખ 13 સપ્ટેમ્બર થી ગાંધીનગર ખાતે પ્રતિદિન પચાસ શિક્ષકો સત્યાગ્રહ છાવણી પર પ્રતિક ઉપવાસ કરશે. ઉપરાંત ૧૬ ૧૭ ૧૮ સપ્ટેમ્બર દરમિયાન શાળા સમય પહેલા કે બાદ કોરોના ગાઇડ લાઇન નું પાલન કરી દરેક જિલ્લાના શિક્ષકો રાજ્યના વિવિધ ગામ શહેર તથા મહાનગરોમાં મુકેલ મહાનુભાવની પ્રતિમાની આસપાસ સાફ સફાઈ નુ કાર્ય કરી પ્રતિમાને ફુલહાર અર્પણ કરશે.તારીખ 19 20 સપ્ટેમ્બરે રાજ્યના શિક્ષકો તેમજ જિલ્લાના શિક્ષકો નો પરિવાર પોતાના નિવાસસ્થાને યોગ્ય જગ્યાએ ઘંટનાદ .રામધુન તથા હનુમાન ચાલીસાનું પઠન કરી તેમની માગને પ્રબળ બનાવશે તેમજ આ સમગ્ર કાર્યક્રમનો વિડીયો ઉતારી મીડિયા પર વાયરલ કરાશેરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અગ્રણીયો દ્વારા રાજ્યના શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આપેલ લડત કાર્યક્રમમાં ગ્રાન્ટેડ શાળાઓના વિવિધ સંગઠનો ને જોડાવવા તથા સમર્થન આપવા આહવાન કર્યું છે અને વિવિધ સંગઠન સાથે શિક્ષક એકતા દર્શાવવા મહાસંઘે શિક્ષકોને અનુરોધ કર્યો છે.અગાઉ પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ દ્વારા 1 થી 10 ઓગસ્ટ સુધી આંદોલન કરીને ૩૦ હજારથી વધુ સેલ્ફી ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા નવમી ઓગસ્ટના રોજ સરકાર દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવાની બાંયધરી આપવા છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. તેમ જ ધારાસભ્યો પદાધિકારીઓ ના 35 થી વધારે સમર્થન અને પ્રમાણપત્રો પણ સંધ ને મળ્યા છે . તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ફાજલ રક્ષણ. સાતમા પગાર પંચ ના બાકીના હપ્તા નું રોકડ માં રૂપાંતર સળંગ નોકરી ની ગણતરી નો પરિપત્ર. બદલી નો નિયમ. સહિતના જુદા-જુદા પ્રશ્નને લઈને છેલ્લા કેટલાય સમયથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના માર્ગદર્શન હેઠળ આંદોલન ચલાવાઇ રહ્યું છે.જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ.પંચમહાલ. આચાર્ય સંવર્ગ ના અધ્યક્ષ દક્ષેશભાઈ શાહ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ. તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ જીતેન્દ્ર બારીયા. મહામંત્રી જીતેન્દ્ર ઠાકર. સંગઠન મંત્રી જીતેન્દ્રસિંહ પરમાર. દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પ્રાંતની ટીમ ની રૂપરેખા અનુસાર અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના તમામ શિક્ષકો આ લડતમાં પોતાના પ્રશ્નોનુ ઝડપથી નિરાકરણ આવે તે માટે જિલ્લાના શિક્ષકોને આહવાન કર્યું છે. અને જિલ્લાના તમામ શિક્ષક મિત્રો આ લડતમાં જોડાશે એવું જણાવાઈ રહ્યું છે.

રિપોર્ટ ……..જીતેન્દ્ર ઠાકર ..

પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here