પંચમહાલ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ

0
9

જિલ્લામાં કાર્યાન્વિત વિવિધ લોકોપયોગી યોજનાઓ ઝડપભેર-સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો સંબંધિતોને અનુરોધ કરતાં – સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ

         પંચમહાલ જિલ્લા સેવા સદન-૧ ગોધરા ખાતે પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતા જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની  બેઠક યોજાઇ હતી. 

આ બેઠકમાં સાંસદ શ્રી રાઠોડે જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમ જણાવી તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી
આ બેઠકમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય) મનરેગા, એન.આર.એલ.એમ, ડીડીયુ – જીકેવાય, પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજનાની સમીક્ષા ( PMKVY ), પ્રધાનમંત્રી જન ધન યોજના, જિલ્લાની નગર પાલીકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) સ્વચ્છ ભારત મિશન (અર્બન)ની સમીક્ષા તેમજ ડિઝીટલ ઈન્ડિયા પ્રોગામ, ૧૪મું નાણાપંચ કામો, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, મધ્યાહન ભોજન યોજના, સંકલિત જળસ્ત્રાવ વિકાસ એકમ, પાણી પુરવઠા (બાંધકામ) નેશનલ રૂરલ ડ્રીંકીંગ વોટર સપ્લાય કાર્યક્રમ, ડીઝીટલ ઈન્ડીયા લેન્ડ રેકર્ડસ આધુનિકીકરણ કાર્યક્રમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, (PMGSY) સંકલિત બાળ વિકાસ યોજના, સર્વ શિક્ષાઅભિયાન, જિલ્લા ખેતીવાડી યોજનાઓ, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના (DDUGJY) સામાજિક વનીકરણ, જિલ્લા રોજગાર કચેરી, ખાણ ખનિજ વિભાગ, પ્રાયોજના વહીવટદાર કચેરીની યોજનાઓની કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિકાસના કામો ગુણવત્તાયુક્ત થાય તે જોવા પર ભાર મુકી તમામ કામો ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સુચવ્યું હતું.
દિશા કમીટીની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીકામિનીબેન સોલંકી, ગોધરા ધારાસભ્યશ્રી સી કે રાવલજી,જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહરાઠોડ,અધિક નિવાસી કલેકટરશ્રીએમ.ડી. ચુડાસમા, નગરપાલીકા પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી તબીયાર સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર: જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here