પંચમહાલ જિલ્લામાં રસી નો પ્રારંભ કરાવતા પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ પંચાલ સાહેબ

0
12

પંચમહાલ

૧૫ થી ૧૮ વર્ષના બાળકોને સરકારી સુચના મુજબ પંચમહાલ જિલ્લા તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં બાળકોને વેક્સિનેશન નો પ્રારંભ થઇ ગયો છે .એ અનુસંધાને આજે કૃષિકાર સેકન્ડરી સ્કૂલ મોરવા માં પંચમહાલ જિલ્લાના માનનીય જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ પંચાલ સાહેબ તેમજ મેડીકલ સ્ટાફ ની ટીમ દ્વારા બાળકોને રસી આપવાની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ પંચાલ સાહેબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરની તમામ ટીમ. તેમજ કૃષિકાર સેકન્ડરી સ્કૂલ ના તમામ સ્ટાફ ઉપસ્થિતિમાં તેમજ સ્કૂલના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં રસીકરણ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. જેમાં ૧૫ થી ૧૮ વર્ષના સ્કૂલના તમામ બાળકોને રસી આપવામાં આવનાર છે. અને રસી આપ્યા બાદ પણ સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ સૂચનાનું પાલન કરવામાં આવ્યું હતું

રીપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here