પંચમહાલ જિલ્લામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ગુજરાત શિક્ષણ બોર્ડ ની ચૂંટણી અન્વયે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની બેઠક યોજાઇ.

0
5

આજ રોજ પંચમહાલ જિલ્લા માં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચૂંટણી અન્વયે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ ની બેઠક યોજાઇ જેમાં માધ્યમિક સંવર્ગ ના ઉમેદવાર અને રાજ્ય ના મહામંત્રી શિક્ષકોની પડખે રહી શિક્ષકો ના પ્રશ્નો ને જેને વાચા આપી એવા રાઘજીભાઈ પી પટેલ (આર પી પટેલ )સાહેબ તેમજ ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગ ના ઉમેદવાર જેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી છે અને ઉચ્ચતર માધ્યમિક ના પ્રશ્નો ની ચિંતા કરી શિક્ષણ વિભાગમાં જેમને પ્રશ્નો ને ઉજાગર કર્યા તેવા મિતેષભાઈ ભટ્ટ સાહેબ આચાર્ય સંવર્ગ ના ખૂબ જ બાહોશ અને દત્તકદીકરી યોજના માં જેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે તેવા ભરતસિંહ રાઉલજી સાહેબ ઉપસ્થિત રહ્યા..સાથે સંચાલક મંડળ ના ઉમેદવાર ડૉ જગદીશભાઈ ચાવડા સાહેબ અને વહીવટી વિભાગ ના ઉમેદવાર હસમુખભાઈ પટેલ આ બંને ઉમેદવારો ને શૈક્ષિક મહાસંઘે સમર્થન આપ્યું છે તે તમામ ઉમેદવારો માટે આજે પંચમહાલ જિલ્લા માં બેઠક યોજાઇ ..જેમાં જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્રભાઈ બારીઆ ,આચાર્ય સંવર્ગ મહામંત્રી શ્રી અસ્વીનભાઈ પટેલ ,વિપુલભાઈ શાહ ,જીતેન્દ્રભાઈ ઠાકર ,અનિરુદ્ધસિંહ સોલંકી સહિત જિલ્લામાંથી 150 કરતા પણ વધુ મોટી સંખ્યામાં માધ્યમિક ,ઉચ્ચતર માધ્યમિક ,આચાર્યો ઉપસ્થિત રહ્યા આગામી સમય માં બોર્ડ ની ચૂંટણી માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના તમામ ઉમેદવારો ભવ્ય વિજયી બનવાનના નિશ્ચિય સાથે સૌ સંકલ્પ લીધો . રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવશુ એવો નિર્ધાર પણ કરવામાં આવ્યો અહેવાલ…..જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here