પંચમહાલ જિલ્લામાં ઘોઘમ્બા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુના નવીન ભવનનું નિર્માણ થશે, કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત

0
84

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુ માટે જમીન ઉપલબ્ધ થતા આજે કાલોલ ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી છેલુભાઈ રાઠવા સહિતના જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે.રાઠોડ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી એસ.કે. જૈન, તાલુકા હેલ્થ ઓફીસર શ્રી નયન જોષી સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પીએચસીના નિર્માણ સાથે માલુ ગામ અને આસપાસના ૨૦ કિમી વિસ્તારમાં આવેલ ગામોના લોકોને આરોગ્યની ઝડપી, સચોટ, સતત અને મફત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ કેન્દ્રમાં સગર્ભા માતાઓ સબંધી સેવાઓ, પ્રસૂતિની સુવિધાઓ, નવજાત બાળકો માટે રસીકરણની સુવિધાઓ, એમ્બ્યુલન્સની સેવા, પોસ્ટમોર્ટમ, અન્ય બિમારીઓ માટે સ્થાનિક સ્તરે સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થતા સ્થાનિક લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર :જીતેન્દ્ર નાથાણી (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here