પંચમહાલ જિલ્લામાં આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજવામાં આવી.

0
16

પંચમહાલ જિલ્લામા આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજવામાં આવી જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ના મતદાન મથક સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ. તેમજ ગોધરાની તેલંગ હાઇસ્કુલ અને હાલોલ ની ધી એમ.એસ.હાઇસકુલ હાલોલ ખાતે યોજાઇ. જેમાં પંચમહાલ જિલ્લાના શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખંડ 3 ના ઉમેદવાર શ્રી રધજીભાઇ પટેલ. ઉચ્ચતર માધ્યમિક ના ઉમેદવાર મિતેષભાઇ ભટ્ટ. આચાર્ય ના ઉમેદવાર ભરતસિંહ રાહુલજી. તેમજ બિનશૈક્ષણિક વર્ગમાંથી સંધ દ્વારા ટેકો આપ્યો છે તે હસમુખભાઈ પટેલ. સંચાલક મંડળ માંથી ડોક્ટર જગદીશભાઈ ચાવડા ઉમેદવારી નોંધાવી છે. રાજ્ય શૈક્ષિક સંઘ અને પંચમહાલના હોદ્દેદારો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના આચાર્ય સંવગૅ ના અધ્યક્ષ દક્ષેશભાઈ શાહ. તેમજ પ્રાંતના મંત્રી અને પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ના અધ્યક્ષ જીતેન્દ્ર બારીયા. મહામંત્રી જીતેન્દ્ર ઠાકર. સંગઠન મંત્રી જીતેન્દ્ર પરમાર. તેમજ કોષાધ્યક્ષ પ્રવીણભાઈ. મધ્ય સંભાગના સંઘના સંગઠન મંત્રી અને પ્રાથમિક શૈક્ષિક સંઘના અધ્યક્ષ અનિરુદ્ધ સોલંકી.તેમજ નોન ગ્રાન્ટેબલ સંચાલક મંડળ ના અધ્યક્ષ અને શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી અને જિલ્લાના તમામ હોદ્દેદારો મતદાન મથકો ઉપર ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લાના શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે

રિપોર્ટ .. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here