પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમા રમતોત્સવ યોજવામાં આવી રહ્યો છે .જે અનુસંધાને શહેરા તાલુકામાં તમામ સરકારી /ગ્રાન્ટ ઇન એઇડ/ ખાનગી શાળાઓનો શહેરા તાલુકા શાળાકીય રમતોત્સવ અંડર ૧૯ ભાઈઓ /બહેનો નો કબડ્ડી .ખો-ખો. વોલીબોલ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી. શહેરા તાલુકા માંથી વિવિધ પ્રકારની અલગ અલગ રમતો માટે તાલુકાની તમામ શાળાઓ માંથી અલગ અલગ સ્પર્ધાકોએ ભાગ લીધો. જેમાં શહેરા તાલુકાની શ્રી ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા .ધામણોદ ના બાળકોએ વોલીબોલ ની રમત માં ભાગ લીધો હતો .જેમાં તાલુકા માં સ્કૂલના બાળકોએ વોલીબોલ ની રમત માં પ્રથમ ક્રમાંક મેળવી સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે. તેવી જ રીતે શ્રી ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધામણોદ ની બહેનોએ પણ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમણે પણ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવવી ને સ્કૂલનું નામ તાલુકામાં રોશન કર્યું છે .હવે વોલીબોલમાં સ્કૂલ ના ભાઈઓ તથા બહેનો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. સ્કૂલન કોચ શ્રી જુગેશભાઈ બારીયા અને ગણપતભાઈ બારિયા એ પણ બાળકો માટે ખુબ પ્રયત્ન કર્યો હતા અને બાળકોને પણ પ્રેક્ટિસ કેટલાય દિવસથી કરાવતા હતા તેમની મહેનત રંગ લાવી બાળકોએ તાલુકામાં ભાઈઓ અને બહેનો બંનેએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ તથા ધામણોદ ગામ તમામ બાળકોને શુભેચ્છા પાઠવે છે તથા જિલ્લામાં પણ આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સ્કૂલનું તેમજ ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે
રિપોર્ટ ….જીતેન્દ્ર ઠાકર