પંચમહાલ
. જુના મીરાપુર પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય શ્રી ગોવિંદભાઈ વાળંદ દ્વારા વિદ્યાર્થીઓને સપ્રેમ વોટર કુલરની ભેટ પણ આપવામાં આવી. શાળાના ૧૫૦ થી વધુ બાળકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે હેતુથી અંદાજે 25 હજાર જેટલી માતબર રકમ ખર્ચે વોટર કુલર પ્લાન્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું
શહેરા તાલુકાની જુના મીરાપુર પ્રા. શાળાના આચાર્યનો વય નિવૃત્તિ ઉત્સવ સમારોહ જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.
જુના મીરાપુર પ્રા. શાળા ખાતે આચાર્ય ગોવિંદલાલ કાન્તિલાલ વાળંદ સેવા નિવૃત્ત થતા વય નિવૃત્તિ ઉત્સવ સમારોહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર તેમજ બી.આર.સી.કો. ઓર્ડિનેટર ડૉ. કલ્પેશકુમાર પરમારના મુખ્ય મહેમાન પદે શાળાના પટાંગણમાં યોજવામાં આવેલ હતો.આ પ્રસંગે ઉદ્દબોધન કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વી.એમ. પટેલે સમાજમાં શિક્ષકના પદની ગરિમા સમજાવી જણાવ્યું હતું કે માત્ર શિક્ષકનો જ આવો ભવ્ય ઉત્સવ સમારોહ થઈ શકે છે.આ પ્રસંગે તેઓએ ગોવિંદલાલ કાન્તિલાલ વાળંદની આચાર્ય તરીકેની સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર તેમજ બી.આર.સી.કો.ઓર્ડિનેટર ડૉ. કલ્પેશ પરમારે આંતરિયાળ વિસ્તારની શાળાની તેમજ વય નિવૃત્ત થનાર આચાર્યની કામગીરીને બિરદાવી શેષ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વય નિવૃત્તિ ઉત્સવ સમારોહમાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના રાજ્ય મંત્રી શરદ પંડ્યા તેમજ રાજ્ય સંઘઠન મંત્રી અને જિલ્લાના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ,મહામંત્રી ચેતનભાઈ,એપીએમસી ચેરમેન શહેરા રંગીતભાઈ ,સરપંચ શ્રી ગોવિંદભાઇ,એસ એમ સી અઘ્યક્ષ ભુરીબેન,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ અને મંત્રી,પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ પ્રમુખ અને મહામંત્રી, કાર્યધ્યક્ષ, ખજાનચી તેમજ કેળવણી નિરીક્ષક તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશ પટેલ શનાભાઈ ડામોર , આચાર્ય પર્વતભાઈ બારીઆ, જયપાલસિંહ બારીઆ તથા અમિત શર્મા એ કર્યું હતું.જ્યારે આભાર વિધિ સી.આર.સી.કો. ઓર્ડિનેટર બી.એ.બારીઆ શ્રવણભાઈ લબનાએ કરી હતી.
રિપોર્ટ ..઼…જીતેન્દ્ર ઠાકર