પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં પ્રાથમિક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારીની રચના કરવામાં આવી

0
7

આજરોજ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાની પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની તાલુકાની કારોબારી બેઠક સંતરોડ પ્રાથમિક શાળા ખાતે માનનીય રાજ્ય મંત્રીશ્રી શરદ ભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને મળી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પંચમહાલ ના અધ્યક્ષ અનિરુદ્ધ સિંહ સોલંકી મંત્રી ચેતન વાળંદ પણ જોડાયા હતા જેમાં મોરવા હડપ તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની નવા કાર્યવાહક મંડળની જાહેરાત કરવામાં આવી. તાલુકા ના અધ્યક્ષ પદે શ્રી અશોકભાઈ ભગતની નિમણૂક કરવામાં આવી. મંત્રી પદે જીતેન્દ્ર કુમાર બામણીયા વરણી કરવામાં આવી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી તેમજ મહામંત્રી ચેતનકુમાર વાણંદ.અને યોગેશભાઈ . દિગંતભાઇ. વિજયભાઈ તેમજ જિલ્લાના મહાસંઘના અગ્રણીઓ હાજર રહ્યા. રાજ્યમંત્રી શરદભાઈ પંડ્યા દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિશે તથા તેની કાર્ય પદ્ધતિઓ વિશે માહિતગાર કર્યા. અનિરુદ્ધસિંહ સોલંકી દ્વારા નવી ટીમની ઘોષણા કરવામાં આવી જેમાં તાલુકા અધ્યક્ષ તરીકે અશોકભાઈ ભગત. ઉપાધ્યક્ષ તરીકે હઠીસિંહ ખાંટ. જગદીશભાઈ નીનામા મહામંત્રી તરીકે જીતુભાઈ બામણીયા. સંગઠન મંત્રી તરીકે હસમુખભાઈ ડામોર ની વરણી કરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષકો આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોરવા હડપ ના ધારાસભ્ય શ્રી અને હાલના રાજ્ય મંત્રીશ્રી શ્રીમતી નિમિષાબેન સુથારની પંચમહાલ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના કાર્યકર્તાઓ વતી શુભેચ્છા મુલાકાત લઇ રાજ્યમંત્રી બેનશ્રી નું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટ…… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here