પંચમહાલ ગોધરા નગરમાં યોગ સંવાદ સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો

0
14

પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોગ સંવાદ સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન થયું. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલ યાદવ, ગોધરા ના ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, નિમેષભાઈ, કાલોલ નગરપાલિકા પ્રમુખ સેફાલીબેન, ઇન્દ્રજીતસિંહ મહારાજ રામજી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ના પ્રોફેસર. તથા લક્ષ્મણભાઈ ગુરુવાણી, રાજેશભાઈ પંચાલ,108 પંકજભાઈ, તેમજ પંચમહાલ જિલ્લાના તમામ યોગ કોચ, તથા સમગ્ર જિલ્લામાંથી તમામ તાલુકાના આમંત્રિત મહેમાનો તેમજ યોગ કોચ , યોગ ટ્રેનર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . ગોધરા નગરના તથા અલગ-અલગ તાલુકાના યોગ ટ્રેનરો એ ઓસ્નેહમિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો. જેમાં શીશપાલજી દ્વારા જીવનમાં યોગનું મહત્વ અને યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા . નીરોગી અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય. તેના વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું. તથા કરો યોગ રહો નીરોગ નું સૂત્રનું પાલન કરવાનું જણાવ્યુ… આમંત્રિત મહેમાનો દ્વારા પણ યોગ ના મહત્વ વિશે ની પૂરેપૂરી સમજૂતી આપવામાં આવી. તેમજ સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે યોગ ટ્રેનર પહોંચે અને ઘર-ઘર સુધી યોગ ને પહોચાડે તેવું આહવાન કરવામાં આવ્યું…

રીપોર્ટ… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here