પંચમહાલ….ગોધરાથી શ્રી જય અંબે પગપાળા સંઘ દ્વારા સતત ૩૩ મા વર્ષે અંબાજી પગપાળા સંઘ ની શરૂઆત કરવામાં આવી

0
13

ગોધરાથી છેલ્લા ૩૨ વર્ષથી ચાલતા જય અંબે પગપાળા સંઘ ની શરૂઆત થઈ ગઈ છે અત્યારે સતત જય અંબે પગપાળા સંઘનું ૩૩ વર્ષ છે. જેમાં ગોધરાના જય અંબે પગપાળા સંઘ ના સ્થાપક કાંતિભાઈ જી પારેખ. પ્રમુખ શ્રી વિનાયક ભાઈ આર શુક્લ ઉપપ્રમુખ ભાવેશભાઇ જે સોની. મંત્રી શ્રી હરીશભાઈ વિ મિસ્ત્રી તેમજ કારોબારી સભ્યશ્રીઓ ના સાનિધ્યમાં મા અંબાજીના ધામ પગપાળા સંઘની શરૂઆત કરવામાં આવી છે

જેમાં ગોધરાના અલગ-અલગ સોસાયટીઓમાંથી અલગ અલગ મિત્રો બોલ મારી અંબે જય જય અંબે ના નારા દ્વારા શ્રી જય અંબે પગપાળા સંઘ સાથે જોડાયા છે જોડાયેલા સર્વે મિત્રો તેમજ ગોધરાના રહીશોમાં માતાજીના ધામમાં જવાનો જે સમય મળે છે તેનાથી સર્વે મિત્રો માં બહુ ખુશી ની લાગણી જોવા મળે છે. તેમજ સોસાયટીના રહીશો દ્વારા સંઘમાં જોડાનાર મિત્રોનુ કુમકુમ તિલક કરી પૂજા-અર્ચના કરી શ્રી અંબે મા ના દર્શન સારી રીતે કરી પરત ફરે એ માટે ગોધરાની સોસાયટીઓ દ્વારા તેમનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. માં અંબા જગદંબા દરેકની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના જય અંબે 🙏

રિપોર્ટ …….જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here