
પંચમહાલ એલ.સી.બી પોલીસને માહિતી મળી હતી કે દાહોદ જીલ્લાના મુવાલીયા ગામે રહેતા રાકેશભાઇ મનસુખભાઇ ભુરીયા તેમજ મોટી ખરજ ગામે રહેતા બદીયાભાઇ વીરસીંગભાઇ મીનામા નાઓ ભેગા મળી પોતાના કબજાની એક સફેદ કલરની સ્ક્રોરપિયો ગાડી નંબર જી.જે. ૨૦ એ.એચ.૨૧૬૭ માં ભારત સરકારે રદ કરેલ રૂ.૫૦૦ ની તેમજ રૂ. ૧૦૦૦ ની ચલણી નોટો નો બંડલોનો જથ્થો લઇ દાહોદ તરફથી નીકળી ગોધરા નજીક ગઢ ચુુંદડી ગામે આવેલ ખેરોલ માતાના મંદિર નજીક માં દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે રહેતા નીલેશભાઇ ફુલસીંગભાઇ પટેલ તથા રંગીતભાઈ નાથાભાઇ પટેલ નાઓ પોતાની મોટર સાયકલ નંબર જી.જે. ૨૦ એફ. ૯૨૪૨ ની લઇને સોદો કરવા આવનાર છે. તેવી મળેલ બાતમી ના આધારે આઇ.એ.સિસોદિયા પો. સ. ઈ એલ.સી.બી. ગોધરા તથા એલ.સી. બી. સ્ટાફના માણસોએ ગઢ ચુુંદડી ગામે ખેરોલ માતાના મંદિર તરફના રસ્તા ઉપર નાકાબંધી વોચ ગોઠવી સ્કોરર્પિયો ગાડી નંબર જી.જે. ૨૦ એ.એચ.૨૧૬૭ ની સાથે રાકેશભાઇ મનસુખભાઇ ભુરીયા તથા બદીયાભાઇ વીરસીંગભાઇ મીનામા નાઓને તેમજ મોટર સાયકલ નંબર જી.જે. ૨૦ એફ. ૯૨૪૨ ની સાથે નીલેશભાઇ ફુલસીંગભાઇ પટેલ તથા રંગીતભાઇ નાથાભાઇ પટેલ નાઓને પકડી પાડતી પંચમહાલ એલ સી બી પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન માં સોંપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી*બોક્સ માં લેવું*(૧)રૂપિયા 500 ના દર ની કુલ 9169 નોટો કી. રું 4584500 /કી. રું 000(૨)રું1000 ના દર કુલ 296 નોટો કી રું 296000 કી. રું 000(૩)સ્કૂલ બેગ (૪)મોબાઈલ ફોન નંગ 4 કી.રું 20000(૫)મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી કી.રું 400000(૬)હીરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ કી.રું 10000
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી. (પંચમહાલ)