પંચમહાલપંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

0
3

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યોગ બોર્ડના પ્રાંતના ચેરમેન શ્રી શિશપાલ રજપુત દ્વારા યોગ સંવાદ કરી કરો યોગ રહો નીરોગ નું સૂત્ર અનુસરી ને ઘરે ઘરે યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે એવું આહ્વાન કરવામાં આવ્યું. નવા યોગ ટ્રેનર તૈયાર કરી શહેરા તાલુકાને યોગમય બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું યોગ આધારિત વિવિધ પરફોર્મન્સ રજુ થયા. લક્ષ્મણભાઈ દ્વારા યોગ નું મહત્વ જીવનમાં કેટલું જરૂરી છે તે સમજાવવામાં આવ્યુંયોગ સંવાદ કાર્યક્રમમાં જિલ્લાના યોગ કોચ શ્રી રાકેશભાઈ પંચાલ શહેરા અને ગોધરાના યોગ કોચ શ્રીમતી પદ્માબેન જોશી. તથા નરહરિભાઈ પંડ્યા. તથા ધર્મેન્દ્રભાઈ તેમજ અન્ય કોચ ભાઈઓ અને બહેનો દ્વારા કાર્યક્રમની જવાબદારી સંભાળવા માં આવી હતી. શહેરા નગર પાલિકાના ઉપપ્રમુખ . માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લાના મંત્રી જીતેન્દ્ર ઠાકર. પ્રાથમિક શિક્ષક સંઘ ના અધ્યક્ષ મિતેશ પટેલ. આરએસએસના પ્રતિનિધિ શ્રી તથા અલગ-અલગ સંગઠનોના જિલ્લાના તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી જયપાલ ભાઈ બારીયા શિવાંગીબેન પાઠક દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો સહકાર આપ્યો હતો. ગોધરાની યોગ ટ્રેનર બહેનો પણ ઉપસ્થિત રહી અંદાજીત ૪૦૦ જેટલા યોગ પ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા..રિપોર્ટ ……….જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here