પંચમહાલઆજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગોધરા જિલ્લાની મોરવાહડફ ની કે એસ હાઈસ્કૂલ માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

0
15

મોરવાહડફ ની શ્રી કે એસ હાઈસ્કૂલ માં સ્વચ્છતા અભિયાન છેલ્લા અઠવાડિયાથી ચાલી રહ્યું છે જેમાં કે એસ સ્કૂલના આચાર્ય. અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આચાર્ય સંવર્ગ ના મહામંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા બાળકોને સ્વચ્છતા વિશે માહિતગાર કરવામાં આવ્યા અને બાળકોને જણાવ્યું કે પોતાની સ્કૂલ . શેરી .ગામની. સ્વચ્છતા કેટલી જરૂરી છે. અને સ્વચ્છતા ના કરીએ તો આગળના ભવિષ્ય માં કેવા જોખમો સર્જાય તેવા છે તેના વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ આચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા બાળકો માટે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં જે બાળકોને એક થી ત્રણ નંબર ચિત્ર સ્પર્ધામાં મેળવ્યા હતા તે બાળકો નું સન્માન પણ કરવામાં આવ્યું. સ્કૂલના આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આચાર્ય સંવર્ગ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા સ્કૂલના તમામ શિક્ષકો ને કાર્યક્રમ યોજવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તથા સ્કૂલના તમામ બાળકો આવી જ રીતે આગળ પણ દરેક પ્રવૃત્તિમાં જોડાય અને પોતાનું સપનું સાકાર કરે તેવું આહવાન કરવામાં આવ્યુ હતું

રિપોર્ટ…… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here